ખેડામાં ગરબામાં જે જગ્યાએ પથ્થરમારો થયો ત્યાં જ પોલીસ 10 આરોપીઓને ખેંચી-ખેંચીને લાવી, ગ્રામજનોની સામે જ લાઈટના થાંભલે બાંધી ફટકાર્યા

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ખેડામાં ગરબામાં જે જગ્યાએ પથ્થરમારો થયો ત્યાં જ પોલીસ 10 આરોપીઓને ખેંચી-ખેંચીને લાવી, ગ્રામજનોની સામે જ લાઈટના થાંભલે બાંધી ફટકાર્યા

0

 


ખેડા જિલ્લાના માતરના ઉંઢેલા ગામે કોઈ કારણ વગર જ ગામનાં અસામાજિક તત્ત્વોએ આઠમના નોરતાની રાતે ગરબામાં પથ્થરમારો કરી વાતાવરણ ડહોળ્યું હતું. પોલીસે આવાં તત્ત્વો ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.


માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન આઠમની રાત્રે ગામના 150 જેટલાનાં ટોળાએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનાની કડક તપાસ કરવા આદેશ મળતા પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ કરાયેલા આરોપીઓને ગામમાં લાવવામાં આવ્યા હતા. ગામની ભાગોળે જ્યાં આ કોમી છમકલું થયું હતું, ત્યાં ખેડા એલસીબી પીઆઇ અશોક.વી. પરમારે તમામ આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરી હતી.આ તમામ આરોપીઓને ભાગોળ ખાતે આવેલા એક સિમેન્ટના પોલ સાથે ગરમીમાં ઝકડી રાખી પોલીસ દ્વારા ડંડા મારવામા આવ્યા હતા. એક પછી એક એમ 10 આરોપીઓને જાહેરમાં સજા કરી હતી. પોલીસનો આ તાપ જોઈ આરોપીઓએ બે હાથ જોડી જાહેરમાં માફી માંગી હતી. પોલીસ આરોપીઓને સબક શિખવાડતા મોટી સંખ્યામાં લોકોનાં ટોળા ઊમટી પડ્યાં હતાં. આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરવામાં આવતા ગ્રામજનોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા.



Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)