વિસનગરના પાર્ટી પ્લોટમાં કલાકાર નીતિન બારોટના સુરે ખેલૈયા ગરબે ઘૂમ્યા; પુષ્પા ડાન્સ અને ભુવા રાસ સહિત અનેક સ્ટેપ્સ જોવા મળ્યા

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

વિસનગરના પાર્ટી પ્લોટમાં કલાકાર નીતિન બારોટના સુરે ખેલૈયા ગરબે ઘૂમ્યા; પુષ્પા ડાન્સ અને ભુવા રાસ સહિત અનેક સ્ટેપ્સ જોવા મળ્યા

0


 વિસનગર રોટરી કલબ રાઉન્ડ ટાઉન દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચોથા નોરતાના દિવસે ગુજરાતી પ્રખ્યાત ગાયક નીતિન બારોટે ખેલૈયાઓને મોજ કરાવી હતી. જેમાં ખેલૈયાઓ અલગ-અલગ પહેરવેશ પહેરીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. જેમાં નીતિન બારોટે ખેલૈયાઓને પોતાના સુરોનાં તાલે ઘેલા કર્યા હતા. ખેલૈયાઓ ટ્રેડિશનલ, વેસ્ટર્ન, દેશી ગામડાના લુકથી આકર્ષણનું કેન્દ્ર બનતા હતા. જેમાં ખેલૈયાઓના અનેક નવા-નવા સ્ટેપ જોવા મળ્યા હતા. ગરબા, રાસ, ત્રણ તાળી, ગ્રુપ ડાન્સ, ઘુમર, ભુવા રાસ, પુષ્પા ડાન્સ જેવી અલગ-અલગ સ્ટાઈલમાં ગરબા કરતા જોવા મળ્યાં હતાં. આમ ગુજરાતીઓ મન મૂકીને નાચ્યા હતાં.


વિશાલ પાર્ટી પ્લોટમાં યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં રાસ રમતા ખેલૈયાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઈનામ એક્શન અને સારા પહેરવેશ માટે આપવામાં આવ્યા હતા. જેમાં 15થી 20 વર્ષ, 21થી 40 વર્ષ, 40થી 60 વર્ષ અને 60થી વધું ઉંમરના ખેલૈયાઓને ઇનામ મળ્યા હતા. તેમા પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને ઈનામ આપી રોટરી ક્લબ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં ગરબે ઘૂમતા-ઘૂમતા ગરબા રસિકો ઈનામ લેવા માટે સ્ટેજ પર પહોંચ્યા હતા.


આર્થિક જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદ કરી શકાય અને વિવિધ સેવાકીય કાર્યો કરી શકાય તેવા ઉમદા હેતુથી રોટરી ક્લબ ઓફ રાઉન્ડ ટાઉન જેમાં દાતાઓ, સ્પોન્સ૨ અને કલાપ્રેમી લોકોના સહકાર તથા વિજ્ઞાપન દાતાઓના સહકારથી આ વર્ષે ચાર દિવસ મેગા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેની સફળતા માટે ક્લબના સભ્યો તન, મન અને ધનથી સહયોગ આપી રહ્યાં છે.


રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન વર્ષ 2013-14થી આર્થિક રીતે જરૂરતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડિકલ, પેરામેડિકલ, એન્જીનીયરીંગ, માસ્ટર ડીગ્રી, વેટરનરી અને સાયન્સ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા માટે વગર વ્યાજની બેંક લોન આપવા માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે.


કોરોનાના કારણે બે વર્ષ સુધી આયોજન થયું નહોતું. પરંતુ માતાજીની કૃપાથી આ વર્ષે તા. 29-30 સપ્ટેમ્બર અને 1-2 ઓક્ટોબર એમ 4 દિવસ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રિ મહોત્સવના આયોજન બાદ થયેલી આવકમાંથી વિદ્યાર્થીઓને આવેલી લોનનું વ્યાજ ક્લબ દ્વારા ભરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીઓને વ્યાજ સહાય આપવામાં આવે છે. વર્ષ 2014થી કુલ 48 વિદ્યાર્થીઓને અંદાજીત રૂ. 90 લાખની લોન આપવામાં આવી છે. અને તેનું અંદાજીત રૂ. 25 લાખ વ્યાજ ક્લબ દ્વારા ભરવામાં આવ્યું છે. જે દાન પ્રાપ્ત થાય તેમાંથી કરકસરયુક્ત ખર્ચ કર્યા બાદ જે રકમ બચે તેનો ઉપયોગ સેવાકીય પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં વિસનગરના વેપારીઓ, શ્રેષ્ઠીઓ, કલાપ્રિય નગરજનો અમૂલ્ય ફાળો આપી રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના સેવાયજ્ઞમાં સહભાગી બની રહ્યાં છે.



Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)