અમદાવાદમાં SP રિંગ રોડ પરના ગરબામાં વિધર્મી યુવકો ઘૂસતાં હિન્દુ સંગઠનો સાથે ઘર્ષણ થયું

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

અમદાવાદમાં SP રિંગ રોડ પરના ગરબામાં વિધર્મી યુવકો ઘૂસતાં હિન્દુ સંગઠનો સાથે ઘર્ષણ થયું

0


 ગુજરાતમાં બે વર્ષ બાદ ફરી નવરાત્રિની રમઝટ જામી છે. પાર્ટી પ્લોટ અને ક્લબમાં લોકો ગરબે રમવા જાય છે. ત્યારે કેટલાક લોકો ગેરકાયદે રીતે ગરબામાં ઘૂસતા હોવાની શંકાના આધારે બજરંગ દળના કાર્યકરો ગઈકાલે રાતે એસપી રિંગ રોડ પાસેના એક ગરબાના આયોજનમાં પહોંચ્યા હતા, જ્યાં બે વિધર્મી યુવક ઘૂસી ગયા હતા. અગાઉ વીએચપી અને બજરંગ દળે ચીમકી ઉચારી હતી કે કોઈ ધાર્મિક સ્થળે વિધર્મી લોકો પ્રવેશશે તો તેની સામે કાર્યવાહી કરશે અને ગઈકાલે પણ એવું જ બન્યું, તેમણે બે યુવકને ગરબામાંથી બહાર કાઢ્યા હતા.


આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ અમારું આ પ્રમાણે સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રહેશે. એસપી રિંગ રોડ પર ગઈકાલે રાતે એક ગરબા આયોજનના સ્થળ પર બજરંગ દળના કાર્યકરોએ સરપ્રાઇઝ પ્રવેશ કર્યો હતો. આ ગરબાના સ્થળ પર કેટલાક વિદ્યર્મી લોકોએ પ્રવેશ કર્યો હોવાની જાણ થતાં તપાસ કરતાં બે વિઘર્મી યુવક મળ્યા હતા, જેમની સાથે બોલાચાલી થઈ હતી, ત્યારે તેમાંથી એક યુવક ભાગવા જતાં બજરંગ દળના કાર્યકરો તેની પાછળ દોડ્યા હતા અને તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું.એસ.પી રિંગ રોડ પાસેના ગરબાના સ્થળે પહોંચ્યા

ત્યાર બાદ લોકોને ટોળાં ભેગાં થવા લાગ્યાં હતાં, પરંતુ એક નહીં, બે વિધર્મી લોકો બહાર આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે બજરંગ દળના કાર્યકરો એસ.પી રિંગ રોડ પાસેના ગરબાના સ્થળે પહોંચ્યા હતા, ત્યાં બે વિધર્મી યુવકો મળતાં તેમને બહાર કાઢ્યા હતા. બજરંગદળના કાર્યકરોને જોઈને આ યુવકો ભાગવા લાગ્યા હતા. ત્યારે તેમને ફરી આમ ના કરવા સમજાવ્યા હતા. આગામી દિવસોમાં પણ નવરાત્રિ દરમિયાન કોઈ વિધર્મી યુવકો ગરબાના સ્થળે પ્રવેશ કરશે તો બજરંગ દળ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે.


ખોટું બોલી વિધર્મી યુવક ઘૂસ્યો તો ખેર નથીઃ હિન્દુ સંગઠનો

હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ, નવરાત્રિના નામે વિધર્મીઓ કેટલાક હિન્દુ મિત્રો સાથે તેમના ગ્રુપમાં ગરબા ક્લાસ સુધી પહોંચી જાય છે. આ રસ્તો શોધી લીધા બાદ તેઓ પોતાનું નામ બદલી નાખે છે. ગરબા ક્લાસીસના સંચાલકોને પૈસાથી જ નિસ્બત હોય છે અને આ કારણે તેઓ કોઈ વેરિફિકેશન કરતા નથી. આવા ક્લાસીસમાં પ્રવેશ મેળવીને વિધર્મીઓ હિન્દુ યુવતીઓને ફસાવતા હોય છે, પરંતુ આ વખતે આવું થવા નહીં દેવાય.

વિધર્મીઓ ખોટી ઓળખ આપશે તો કડક પગલાં લેવાશે

ગરબા-સંચાલકોને સૂચના આપવામાં આવી રહી છે કે તમામ વ્યક્તિઓની ચકાસણી કરી લેવી જરૂરી છે. ઘણી વખત હિન્દુ મિત્રો વર્તુળમાં જ રહેતા હોવાને કારણે સહજ ભાવે ગરબા ક્લાસીસમાં હિન્દુઓ પોતાના વિધર્મી મિત્રોને લઈ જતા હોય છે, પરંતુ એનું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે. આવા કિસ્સાઓમાં પણ ગરબા ક્લાસીસના સંચાલકોને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમને પ્રવેશ આપવો નહીં અને જો કોઈ વિધર્મી યુવક જોવા મળશે તો કડક પગલાં લેવામાં આવશે.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)