આજે પીએમ મોદી માં અંબે ધામમાં |
ધ્રુવ પરમાર ટુડે ન્યુઝ ગુજરાતી/આજે અંબાજી શક્તિપીઠ ખાતે પીએમ નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે.જ્યાં તેઓ ખરબો ના વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરસે.જોકે સુરક્ષા ના કારણે લઈને વડગામ તાલુકાના હાતાવાડા હેલિપેડ થી યાત્રાધામ યાત્રાધામ અંબાજી, સભાસ્થલ ચીખલા અને મંદિરથી શક્તિપીઠ ગબ્બર સુધી અભેધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે-pm modi પીએમ મોદી વડગામના હાતાવાડા ખાતે હેલીપેડ પર ઉતરી સડક માર્ગે સભા સ્થળ સુધી પહોંચશે-pm modi
પીએમ મોદી ગુજરાત પ્રવાસ કાર્યક્રમ |
જ્યાં માર્ગ પર પ્રથમ મોટાસડા, મહોબતગઢ, વેલવાડા, પુંજપુર, રતનપુર દાતા ,પીપળાવાળી વાવ ધાબાવાડી વાવ, પાંસા,અને અંબાજી પ્રવેશદ્વારે સ્વાગત પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ભાજપ કાર્યકરો અને ગ્રામજનો વડાપ્રધાનને સત્કારમાં ઊભા રહેશે ઉપરાંત સુરક્ષાના કારણોસર છેલ્લાં ચાર દિવસથી ખાસ સુરક્ષા, એસપીજીના અંડરમાં લઈ લેવામાં આવી છે. જ્યારે ગુરુવારે મંદિરના આઠ અને નવ નંબરનો ગેટને બંધ કરવામાં આવ્યા છે. જ્યારે સાત નંબરના દ્વારથી માત્ર કામકાજ કરતા કર્મચારીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે -pm modi જોકે આજે સવારે 8:00 વાગે થી આ ગેટ પણ પણ ખાસ સુરક્ષા કરવી નીચે રહશે. જોકે મંદિર દર્શનાર્થીઓ માટે માત્ર મુખ્ય શક્તિ દ્વારથી જ પ્રવેશ આપવામાં આવશે.અંબાજીમાં આવાસ રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ રૂપિયા 7908 કરોડના વિકાસકારોનું લોકાર્પણને ખાતો કરશે-pm modi
ગૌભકત પીએમ મોદી ગૌમાતા પોષણ યોજનાનું કરસે લોન્ચિંગ |
ગૌશાળા સંચાલકો અને ગૌભકતોએ PM મોદી પર વરસાવી અભિનંદનની વર્ષા-pm modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આજે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે અને ઘણી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરી ચુક્યા છે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે.
રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના 2022-23ના બજેટમાં જાહેર કરી છે. વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે.
PM સાંજે 5:00 વાગે હાતા વાડ હેલીપેડ પર ઉતરાણ કરશે-pm modi
પીએમ મોદી ગુજરાત પ્રવાસની યાદગાર તસ્વીર |
પીએમ સાંજના પાંચેક વાગ્યે હાતાવાડા હેલીપેડ ઉપર ઉતરાણ કરી તેઓ સડક માર્ગે અંબાજી થી ચીખલા સભાસ્થળ ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહત અને જંગી સભા સંબોધશે. ત્યારબાદ સાંજના સાત વાગ્યા પછી માતાજીના મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરશે.સાંજે 7-30 બાદ શક્તિપીઠ ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાસે.-pm modi
ઉત્તર ગુજરાતની 650 બસો સેવામાં કાર્યરત-pm modi
ગુજરાત પ્રવાસ પીએમ મોદી યાદગાર તસવીર |
નરેન્દ્ર મોદીની આજની ચિખલા સભાને લઈને પાલનપુર હિંમતનગર અને મહેસાણા ડિવિઝનની મળીને કુલ 650 ફાળવતા આ બસો મારફતે પીએમ ને નિહાળવા લાખો લોકો કાર્યક્રમ સ્થળ પર આવશે. જોકે આજે લોકલ એસટી બસોનું પરિવહન સદંતર બંધ રહેશે-pm modi
ગુજરાત સરકાર મંત્રી મંડળ વેલકમ પીએમ તસવીર |
16 પાર્કિંગ પ્લોટમાં વાહનો માટે પાર્કિંગ શેડ -pm modi
જુદા જુદા પાર્કિંગ પ્લોટમાં ચીખલા માર્ગ પર 16 જેટલા પાર્કિંગ પ્લોટ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં સભા સ્થળના અંતરમાં વધુમાં વધુ 500 થી 600 મીટરનો અંતર છે ₹35,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અને વીવીઆઈપી વન ,અને વીઆઇપી ટુ એમ ત્રણ પાર્કિંગ સ્પોટ સભા સ્થળ નજીક બનાવવામાં આવ્યા છે.જ્યારે અન્ય પાર્કિંગ શેડ સામેના ભાગમાં બનાવવામાં આવ્યા છે જ્યાંથી થોડા અંતરે ચાલીને સભા સ્થળે આવવું પડશે.-pm modi
આજે પીએમ હસ્તે વિવિધ વિકાસ કાર્યોનો ભૂમિપૂજન-pm modi
1- જેમાં રૂ, 2,798.16 કરોડના ખર્ચે તારંગા હિલ થી યાત્રાધામ અંબાજી જઈ આબુરોડ ને જોડતી નવી બ્રોડગેજ રેલ્વે લાઈન પ્રોજેક્ટ
2- પ્રસાદ યોજના હેઠળ રૂપિયા 52.84 કરોડના ખર્ચે અંબાજી ખાતે વિવિધ કામોનું આયોજન
વિવિધ વિકાસકામોનું પણ આજે pm હસ્તે ખાતમુહર્ત-pm modi
- રૂ,124.40 કરોડના ખર્ચે રાજસ્થાન સાથે જોડતા અંબાજી બાયપાસનું ખાતમુહર્ત
-પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ₹70.40 કરોડના ખર્ચે 792 આવાસોનું ખાતમુહર્ત
-પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ₹15.55 કરોડના ખર્ચે 3888 આવાસોનું ખાતમુહર્ત.
-ડોક્ટર આંબેડકર આવાસ યોજના ₹8.61 કરોડના ખર્ચે 2153 આવાસોનું ખાતમુહર્ત
-આદિજાતી વિકાસ વિભાગ રૂ,21.6 કરોડના ખર્ચે 1800 આવાસો નું ખાતમુહર્ત
PM હસ્તે આજે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ..-pm modi
- પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ રૂપિયા 230 કરોડના ખર્ચે 15,000 આવશો
- પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ₹1,538.56 કરોડના ખર્ચે 31,55 આવાશો
- પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ખર્ચે 6.05 કરોડનો ખર્ચ 3,026 આવાસો
- આંબેડકર આવાસ યોજના ₹3.48 કરોડના ખર્ચે 1743 આવાસો
- આદિજાતિ વિકાસ વિવેદા વિભાગ રૂપિયા 16.80 કરોડના ખર્ચે ₹1,400 આવાસો
-ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ રૂપિયા 56.13 કરોડના ખર્ચે 448 આવાસો
- રેલવે વિભાગ રૂપિયા 1881 કરોડના ખર્ચે ન્યુ પાલનપુર થી ન્યુ મહેસાણા રેલ્વે લાઈન તથા પાલનપુર કનેક્ટીગ રેલવે લાઈન
- માર્ગ અને મકાન વિભાગ રૂપિયા 85 કરોડના ખર્ચે ચાર માર્ગીય મીઠા- -થરાદ ડીશા -લાખણી માર્ગોનું લોકાર્પણ
Pm કાર્યક્રમને લઇને આજે અંબાજી બસસ્ટેડ રહેશે બંધ -pm modi
આજે અંબાજી ખાતે પીએમ નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય કાર્યક્રમ હોય પાલનપુર હિંમતનગર અને મહેસાણા ડિવિઝનની કુલ 650 200 કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે જેનું સંપૂર્ણ સંકલન અને મળતી એસટી કર્મચારીઓ કરશે જોકે આ કાર્યક્રમને લઈને અંબાજી એસટી બસ સ્ટેન્ડ બંધ રાખવામાં આવશે તેમ જ સંપૂર્ણ સંચાલન એસપીજીની સુચના મુજબ કરવામાં આવશે અને તેવી જે બસો અંદર મોકલવામાં આવશે-pm modi
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |