ડીસામાં ' સામૂહિક મુંડન ' સરકાર ૫૦૦ કરોડ આપી ગૌધન બચાવે : પાજરાપોળ સંચાલક-Mass shaving

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ડીસામાં ' સામૂહિક મુંડન ' સરકાર ૫૦૦ કરોડ આપી ગૌધન બચાવે : પાજરાપોળ સંચાલક-Mass shaving

0
'સામૂહિક મુંડન 

રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/ ડીસાની ગૌભકત સત્યાગ્રહ છાવણીમાં આજે ગૌસંચાલક સભ્યગણ દ્વારા 'સામૂહિક મુંડન ' કરાયું હતું કેમકે આંદોલન બાદ પણ હજુ સુધી સરકાર ૫૦૦ કરોડ આપવા માટે આગળ આવી નથી કે કોઈ અધિકૃત જાહેરાત કરી નથી.Mass shaving જોકે સહાય વગર ગૌધન બચાવવું મુશ્કેલ હોઈ પાજરાપોળ સંચાલક અવનવા નુસખા અપનાવી વિરોધ કરી રહ્યા છે.


અત્યાર સુધી આંદોલનમાં ગૌશાળા સંચાલકોએ શું કર્યું ?Mass shaving

આ આંદોલન આમ તો છેલ્લા ૪ માસ થી ચાલે છે.જે જિલ્લામાં અને ગાંધીનગરમાં Mass shavingપત્રવ્યવહાર,આવેદનપત્ર, ડેલિગેસન સુધી સીમિત રહ્યું હતું .જોકે ૭ માસ સુધી પણ સરકાર પૈસા ચૂકવવા આગળ ના આવતા આ આંદોલને વેગ પકડ્યો અને પ્રથમ ગાંધીનગર માં સંતો નું પ્રદર્શન અને તે બાદ પાજરપોળથી પશુઓને છોડી દેવા સુધી ચાલુ રહેતાં સરકાર આ આંદોલન રોકવા એક્શન મોડમાં આવી હતી.જોકે સરકાર નું આ વલણ ઘોડા છૂટયા પછી તબેલાને તાળાં મારવા જેવું સાબિત થયું હતું.Mass shaving અને આ આંદોલન બનાસકાંઠા થી ગુજરાત ના કચ્છ ,સહિત અનેક જગ્યાએ પહોચ્યું હતું,જેમાં ગૌસેવા કરતાં સંતો અને મહંતો એ પણ ગૌશાળા સંચાલકોની વાત ને સમર્થન આપતાં સરકાર ઘેરાઈ હતી.Mass shaving

ગરુડ પુરાણ શાસ્ત્રમાં મૂંડન નું મહત્વ..Mass shaving

Fail photos 

મૃત્યુ પછી જે તે શરીરનો જીવ તે શરીરની પાછળ પાછળ જાય છે. તે શરીરને સ્મશાનમાં બાળવામાં આવે છે તેથી તેનો જીવ નિરાશ થઇ બીજો દેહ ધારણ કરવા મન વાળે છે. તે તેના રસ્તે પડે છે. બીજો દેહ ધારણ કરે છે.Mass shaving

જો કોઇ જીવે કાળી મજૂરી કરી હોય, રાત દિવસ જોયા વગર વૈતરાં કર્યાં હોય, પોતે ખાધું ન હોય, પુષ્કળ પૈસા પોતાની પાસે હોવા છતાં ફાટેલાં તૂટેલાં કપડાં, ચપ્પલથી ચલાવતો હોય, સારું ખાઇ પી શકતો ન હોય અને પેટે પાટા બાંધી પૈસા બચાવતો હોય અને આવો જીવ જો અચાનક મૃત્યુ પામે તો તે જીવ બીજા કોઇ દેહમાં જતો નથી, પરંતુ અવગતિએ જઇ પોતાનાં ધન માલનું રક્ષણ કરે છે. તેની પાસે પણ કોઇને ફરકવા દેતો નથી.Mass shaving કોઇ વખત આવો જીવ નાગનું શરીર ધારણ કરી પોતાનાં ધનનું રક્ષણ કરે છે. આવા જીવ ભયંકર પાપી કહેવાય છે.Mass shaving

આવી સ્થિતિ ન આવે તે માટે આપણાં શાસ્ત્રોમાં ત્રીજે દિવસે મુંડન તથા દશમું અગિયારમું, બારમું તથા તેરમું કરવામાં આવે છે. દશમા દિવસે પિંડ વહેરવાની વિધિ મૃતાત્મા પાછળ કરાય છે. આ પાછળનું કારણ શાસ્ત્રો કહે છે તે મુજબ જે તે જીવ પોતાના મૃત્યુ પછી તેર દિવસ સુધી તે ઘરમાં રહેતો હોવાથી જુએ છે કે તેના નામનો પિંડ વહેરાઇ ગયો છે તેથી તે પોતાના રસ્તે પડી પોતાનો નવો દેહ પ્રાપ્ત થાય તે માટે મન વાળે છે.Mass shaving

સ્થાનિક ભાજપી નેતાગનની સંવેદનાઓ ગૌશાળા સંચાલકો સાથે,બે સાંસદ અને ભાજપ ડેલિગેસંન CM ભુપેન્દ્રભાઈ પટેલ ને મળ્યું..Mass shaving

આ આંદોલન ખાળવા બનાસકાંઠા લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા અને ભાજપી ધારાસભ્ય,હોદેદારોની પ્રતિનિધિ મંડળ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને મળ્યું હતું.અને વર્તમાન સ્થિતિ માં થયેલ ડેમેજ કન્ટ્રોલ અટકાવી પશુસહાય તુરત રિલીઝ કરવા રજૂઆત કરેલ,જેને યોગ્ય પ્રતિસાદ આપી સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે આ મુદ્દે ત્વરિત નિર્ણયની ખાતરી આપી છે.Mass shaving


ગુજરાતમાં સહુથી વધુ આ આંદોલનની અસરકારકતા બનાસકાંઠા માં જોવા મળી છે.કેમકે મહત્વનું છે કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૮૦ જેટલી ગૌશાળાઓમાં ૮૦૦૦૦ જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે. આ તમામ પશુઓને મળતું દાન ઘટ્યું છે. ધાસચારા ભડારા ખાલી થયા છે.ઘાસ મોઘું થયું છે.જેથી સરકારી સહાય વગર પશુઓ નિર્વાહ કરવા અશક્ય છે.જેથી અહી આ આંદોલન વધુ સક્રિય છે.

સરકારે બજેટ માં શું ૫૦૦ કરોડ પશુસહાય આપવાની જાહેરાત કરી હતી ..?Mass shaving

Fail photo's 

ઉલ્લેખનીય છે કે, રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. આ સાથે જ પાંજરાપોળના નિભાવ અને જાળવણી માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત પણ તેઓએ કરી હતી.જો કે,બજેટ રજૂ થયાના મહિનાઓ વિતવા છતાં હજુ સુધી પાંજરાપોળ સંચાલકો પાસે એક રૂપિયો પણ નથી પહોંચ્યો. પાંજરાપોલ સંચાલકો માગણી કરી રહ્યા છે કે, જાહેરાતની રકમ તેમને તાત્કાલિક ફાળવવામાં આવે.Mass shaving

મુંડન કરતાં લોકો નો બળાપો શું છે.?Mass shaving



બનાસકાંઠા માં પશુસહાય મુદ્દે ન્યાય માટે નીત નવી રસમ નિભાવતા ગૌશાળા સંચાલકોએ, નવરાત્રી સમયમાં ડીસા ખાતે ' સામૂહિક મુંડન ' કરાવી,સરકાર સામે વિરોધ ની અનોખી પહેલ કરી છે, 



બનાસકાંઠાના ડીસામાં સાઈબાબા મદીર નજીક ગૌભક્ત ટીમ દ્વારા સત્યાગ્રહ છાવણી બનાવાઈ છે.જેનો મુખ્ય ઉદ્દેશ છે.સરકાર જ્યાં સુધી બજેટમાં જાહેર કરેલ ૫૦૦ કરોડ નહિ ચૂકવે ત્યાં સુધી અહીથી નીત નવી તકનીકથી ગૌશાળા સંચાલકો પોતાનું આંદોલન ચાલું રાખશે.આ મુદ્દે અગાઉ ગૌસંચાલકો જાહેર કરી ચૂક્યા છે કે તેઓ ન્યાય નહિ મળે તો અંબાજી PM નરેન્દ્રભાઇ મોદી પાસે જશે, ૫૦૦૦ ગૌસેવકો સાથે પહોંચીશું,અને સહાય માટે રજૂઆત કરીશું.જેમાં આજે ગૌશાળા સહાય મુદ્દે ' સામૂહિક મુંડન ' થયું હતું.અને ગૌભક્ત સંતો અને લોકોએ પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી.Mass shaving


 



આજે ડીસા ખાતે  મુંડન કાર્યક્રમમાં મધ્યપ્રદેશ ના શનીમઠાધીશ દ્વારા ટીકા કરી જાહેર કરાયું હતું કે ' ભલે રાજસ્થાનમાં અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર હોય પણ તેઓએ ગૌસહાયમાં સર્વશ્રેષ્ઠ કામ કર્યું છે.ગુજરાતમા ગૌભક્તિ ને વરેલી ભાજપ સરકાર છે.કેમ તેઓ સહાય ચૂકવતા નથી.તેમ કહી તેઓએ સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો.


આંદોલનની ઉગ્રતા સામે,સરકાર ગમે તે સમયે સહાય રિલીઝ કરશે : ઇનપુટ 

આ આંદોલન છેલ્લાં પાંચ માસથી ચાલતું હતું.જોકે તેનું કદ લોકોની સંવેદનાઓ જોડાયા આટલું મોટું રાજ્યવ્યાપી થશે તેની સરકારને ભનક લાગી નહતી.ગુજરાતમાં અન્ય મોટા ૨૦ આંદોલન વચ્ચે સરકાર અટવાયેલી હતી.જોકે સ્ટેટ અને અન્ય ઇનપુટ પણ મળ્યાં હોવા છતાં આ આંદોલનની આક્રમકતા માપવામાં સરકાર કદાચ ઉણી ઉતરી,અને આ આંદોલન મોટી હાઇટ પકડી ગયું.જો કે હવે સરકારે આંદોલન ને ગભિરતાથી લીધું છે.કેમકે,આ આંદોલનનું ઉદભવ સ્થાન બનાસકાંઠા છે.વર્ષ ૨૦૧૭ ની સ્થિતિમાં અહી ૯ વિધાનસભા સિટ માં ૭ સીટ કોંગ્રેસ પાસે છે.અને ભાજપ પાસે માટે સમ ખાવા પૂરતી ૨ સીટ છે.અહી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર,ગુલાબસિંહ રાજપૂત અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણી ખુબજ સક્રિય છે.આ તમામ હાલ વિધાયક છે.જે ૨૦૨૨ ના સંભવિત ઉમેદવાર પણ છે.ત્યારે બનાસકાંઠામાં હાલનું આ આંદોલન તેઓ સરકાર વિરુદ્ધમા પોતાના રાજકીય ઉપયોગમાં ઉપયોગ કરી મતદારો ને આકર્ષી સકે છે.ત્યારે સરકાર આ બધા પાસાઓ જોઈ સંભવિત રીતે આજે રવિવાર ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ મોડી રાત્રે કે સોમવારે સવારે જાહેર થયેલ બજેટ ની ૫૦૦ કરોડ તબક્કાવાર ચુકવણીની જાહેરાત કરી સકે છે.Mass shaving


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)