કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ઘૂળ ચટાડનાર INS અજય 32 વર્ષ બાદ નૌકાદળમાંથી સેવાનિવૃત્ત થયુ ins ajay

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ઘૂળ ચટાડનાર INS અજય 32 વર્ષ બાદ નૌકાદળમાંથી સેવાનિવૃત્ત થયુ ins ajay

0


 32 વર્ષની શાનદાર અને ગૌરવપૂર્ણ યાત્રા બાદ નિવૃત્ત થયું. આ યુદ્ધ જહાજએ 32 વર્ષ સુધી દેશ માટે સેવા આપી. સોમવારે તેને સેવા મુક્ત કરવામાં આવ્યું હતુ. આટલા લાંબા સમય સુધી ભારતીય નૌકાદળનો (indian navy) ભાગ રહીને, જ્યારે તે નિવૃત્ત થયુ ત્યારે તે ક્ષણ ખૂબ જ ભાવુક હતી. INS અજયને સંપૂર્ણ સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. INS અજયે કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી.મુંબઈના નેવલ ડોકયાર્ડમાં પરંપરાગત રીતે વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રધ્વજ, નૌકાદળનું ચિહ્ન અને જહાજનું ડીકમિશનિંગ પેનન્ટ છેલ્લીવાર સૂર્યાસ્ત સમયે નીચે ઉતારવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના જહાજ P34નું નામ INS અજય હતું. લાંબા અંતરના ટોર્પિડો અને એન્ટી સબમરીન રોકેટથી સજ્જ હોવાને કારણે INS અજયને ‘સબમરીન હન્ટર’ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. INS અજયને 24 જાન્યુઆરી 1990 ના રોજ પૂર્વ યુએસએસઆરમાં પોટી, જ્યોર્જિયા ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર નેવલ એરિયાના ઓપરેશનલ કંટ્રોલ હેઠળ 23મી પેટ્રોલ વેસલ સ્ક્વોડ્રનનો ભાગ હતુ. આ જહાજ 32 વર્ષથી વધુ સમયથી નૌકાદળમાં સક્રિય હતું અને તેની ગૌરવશાળી યાત્રા દરમિયાન, તેણે કારગીલ યુદ્ધ દરમિયાન ઓપરેશન તલવાર અને 2001માં ઓપરેશન પરાક્રમ સહિત અનેક નૌકાદળની કામગીરીમાં ભાગ લીધો હતો.વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહ, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ અજયના વિદાય સમારંભમાં સમારોહના મુખ્ય અતિથિ હતા. જહાજના પ્રથમ કમાન્ડિંગ ઓફિસર વાઈસ એડમિરલ એજી થાપલિયાલ એવીએસએમ બાર (નિવૃત્ત) ગેસ્ટ ઓફ ઓનર હતા. આ સમારોહમાં ફ્લેગ ઓફિસર્સ, આર્મીના વરિષ્ઠ અધિકારીઓ, IAF અને CG, કમિશનિંગ ક્રૂના અધિકારીઓ, અગાઉના કમિશન્ડ કરાયેલા ક્રૂ તેમજ ક્રૂ અને જહાજોના પરિવારો સહિત 400 થી વધુ કર્મચારીઓએ હાજરી આપી હતી.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)