રીના પરમાર
ટુડે ન્યુઝ ગુજરાતી -
ઉત્તર ગુજરાતના કદાવર ભાજપી નેતા ગણાતા શંકરભાઇ ચૌધરી માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પણ બનાસકાંઠાનું પણ ગૌરવ છે.સહકારી માળખામાં તેઓનું કદાવર કદ વેતરવાં 2012 માં શંકરભાઇ મઁત્રી બનતા તેઓને હરીફ માનતા અનેકો સક્રિય પણ બન્યા હતા.જેમાં કોંગ્રેસ તેમજ પક્ષના કેટલાક નેતાગણ તેમજ વિરોધીઓ સતત સક્રિય બનતા,ગુજરાત વિધાનસભાની 2017 ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના આ યુવાનેતાને હરાવવા પડદા પાછળ સક્રિય થયેલ ગુનાહિત ચલવળ સફળ થઇ હતી.અને વાવ વિધાનસભા ની 2017 ના પરિણામોમાં નજીવા વોટ થી તેઓનો પરાજય થયો હતો.જોકે આ શૉકિંગ ન્યુઝ પૂર્વ આરોગ્યમઁત્રી શંકરભાઇ ચૌધરીના લાખો ટેકેદારોને રડાવી ગયા હતા.જોકે બીજી તરફ આ આંચકારૂપ પરિણામો અને જનતા ફેંસલા ને શિરોમાન્ય માની શંકરભાઇએ આ લોકચુકાદાને પણ હસતાં મોઢે વધાવ્યો હતો.અને તુરત બનાસડેરી અને ભાજપ સંગઠનમાં પોતાનું બમણી ગતિથી કામ અને કર્મ શરૂ કર્યું હતું....
બનાસડેરીમાં પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળ કરતાં, શંકરભાઇનું કદ ઘણું મોટું થયું.....
બનાસડેરી સહકારી માળખાનું મોટું અને વૈશ્વિક ફલક પર ફેલાયેલ નામ છે.જોકે દાયકાઓ સુધી અહીં એકહથ્થુ શાશન સંભાળતા પૂર્વ બનાસડેરી ચેરમેન પરથીભાઇ ભટોળ પોતાની 24 વર્ષની શાશન ધુરા પરથી પકડ ગુમાવતા ગયા.અને તેમનો સહકારી માળખાની લોકપ્રિયતાનો ગ્રાફ,શંકરભાઇની સામે વામણો સાબિત થતો ગયો.જયારે પ્રથમ વખત શંકરભાઇ ચૌધરી બનાસડેરી ના પ્રથમ વખત ચેરમેન બન્યા ત્યારે લોકોએ તેમને ચિચિયારીઓ પાડી વધાવ્યા હતા.કેમકે તેઓએ સરકારમાં મઁત્રી પદ સંભાળતા અનેક લોકો ના નાનાંમોટાં કામો પુરા કર્યા હતા. જે બાદ બનાસડેરીની પુનઃ બીજી ચૂંટણી આવી.આ બીજી ચૂંટણીમાં બનાસડેરીમાં પરથીભાઇ ની લોકપ્રિયતાનો એટલી હદે રકાસ થયો કે 2020 માં બનાસડેરી ના 16 ડિરેકટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.જેઓ એ સાગમટે બે હાથ ઊંચા કરી શઁકરભાઈ ચૌધરીને સમર્થન આપતા,અંચબિત બનેલ પૂર્વ બનાસડેરી ચેરમેન પરથીભાઇ ભટોળે પોતાનું 2020 બનાસડેરીમાં ડિરેક્ટર પદની ઉમેદવારીનું ફોર્મ પરત ખેંચ્યું હતું.અને શંકરભાઇ ચૌધરીએ પુનઃ બીજી વાર બનાસડેરી ચેરમેન બની સાબિત કર્યું કે સહકારી ક્ષેત્રમાં તેમનો કોઈ વિકલ્પ નથી.
2017 થી 2022 સુધીનો રાજકીય વનવાસ/જો કે સહકારી માળખામાં ગતિશીલ બની સેવાકાર્યો થકી,બનાસડેરીને વૈશ્વિક ફલક પર બનાવી નંબર વન.....
યુવા નેતા શંકરભાઇ ચૌધરી તેમના કર્મો, ગતિશીલતા,નિર્ણયશક્તિ,આધુનિક તકનીક અને સંશાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં સફળ રહ્યા હતા. અને આ જ મહેનત રંગ લાવતા તેઓ તેમનું 2022 સુધીમાં વર્તમાન કદ સહકારી માળખામાં ખુબજ મોટું કરી શક્યા છે.સમગ્ર એશિયામાં પ્રથમ નંબરની ગણાતી બનાસડેરીના સતત બીજી વખત ચેરમેન ચૂંટાયા બાદ તેઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમઁત્રી યોગી આદિત્યનાથ સાથે સહકારી માળખામાં આધુનિક પદ્ધતિથી પશુપાલન અને દૂધ ઉત્પાદનની તકનીકની સફળ આપ-લે કરતાં બનાસ-કાશી યોજના સ્થાપના કરવામાં સહભાગી બન્યા હતા.આટલું ઓછું હોય તેમ તેઓએ સરહદી પંથકમાં શ્વેતક્રાંતિ સર્જી,સરહદના લોકોને રોજગાર,નવીન વ્યવસાય તકો ઉભી કરવાનું સ્વપ્ન સેવ્યું હતું.જે પરિપૂર્ણ કરી,તેમને દિયોદર જેવા સરહદી તાલુકામાં બનાસડેરી-2 ની સ્થાપના કરી,પીએમ નરેન્દ્રભાઈ મોદી હસ્તે તેનું લોકાર્પણ કરાવ્યું હતું.અને સાબિત કરી બતાવ્યું હતું કે,ગમે તેટલી ટીકાઓ વચ્ચે જો આપણે આપણી લીટી લાંબી કરીએ,અને સહુ પ્રથમ લોકહિત વિચારીએ તો ચોક્કસ સફળતા મળશે.તો વળી વર્ષો પહેલા તેઓએ ઘોડાદોડ યોજી સરહદે સીમા દર્શન જેવું પીકનીક સ્પોટ બને તેવું જોયેલ સ્વપ્ન સતત પીએમ નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મઁત્રી અમિતભાઇ શાહની મદદ આશીર્વાદ થી સફળ બનાવ્યુ છે..
વાવ વિધાનસભા બેઠકનું રાજકીય પોસ્ટમોર્ટમ..
બનાસકાંઠામાં વાવ બેઠક સરહદી બેઠક છે.અહીં સરહદની સીમાડો અને ઉનાળાનો અગનગોળા વરસાવતો તાપ સહન કરતાં મજુર અને ખેતીકામ કરતાં શ્રમિક રહે છે.જેથી રાજ્યની અન્ય બેઠકો કરતાં આ બેઠક ના મતદારોનો મિજાજ અને સોચ પણ શહેરોથી સાવ અલગ છે.અને માટે જ અન્ય બેઠકો જેમ આ બેઠક છે.તેવી ભૂલ ભરેલી માન્યતા અહીં 2017 પરિણામોમાં ખોટી પડી હતી.અને માટે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 દરમિયાન આ બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઠાકોર ગનીબેન નગાજીએ ભારતીય જનતા પાર્ટીના ચૌધરી શંકરભાઈ લગધીરભાઈને 6655 મતોના માર્જિનથી હરાવી આ વિસ્તારના મહિલા વિધાયક તરીકે વિધાનસભામાં પ્રવેશ મેળવ્યો હતો.અહીં પરિણામો ની વાત કરીએ તો 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને કુલ 102,328 મત મળ્યા હતા, જે કુલ મતોના 49.0 ટકા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 95,673 મત મળ્યા જે 45.82 ટકા હતા. તે જ સમયે, ત્રીજા નંબરે NOTA માટે મતદાન થયું હતું, જે 1.8 ટકા હતું. જોકે, 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને હરાવ્યું હતું. 2007માં પણ આ સીટ ભાજપે જીતી હતી. આ સીટ 2002માં કોંગ્રેસના ઉમેદવારે જીતી હતી.
2022 માં ચૂંટણી પહેલાની હાલની સ્થિતિ..??
આ વિસ્તાર બોર્ડર સટીક વિસ્તાર છે.આ બેઠકમાં ઢીમાં ધરણીધર ભગવાનનું પ્રસિદ્ધ મંદિર આવ્યું છે.અહીં 2011ની વસ્તી ગણતરી મુજબ, 3,69,497 મતદારો છે, જેમાંથી 94% થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. જ્યારે માત્ર 5.93 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. આ વિસ્તારમાં અનુસૂચિત જાતિની વસ્તી 14.01 ટકા છે જ્યારે અનુસૂચિત જનજાતિની વસ્તી 0.65 ટકા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પર લગભગ 81.22 ટકા મતદાન થયું હતું.અહીં પછાત વર્ગના લોકોનું દિલ જીતનાર અથવા તેમની જેમ દેશી બોલી બોલનાર,તેમના પડખે સારા નરસા પ્રસંગોએ ઉભો રહેનાર ઉમેદવારનો મત જીત માટે નિર્ણાયક બને છે.
શું.. 2022 માં વાવ વિધાનસભામાં ત્રિપાંખિયો જંગ સંભવ છે.. ?
ભલે આખા ગુજરાતની 182 બેઠક પર આમ આદમી ચૂંટણી લડવાની જાહેરાત કરતું હોય,પણ હાલની રાજકીય સ્થિતિમાં આ બેઠક પર આપ અને કોંગ્રેસ કદાચ હિન્દૂ -ચીની ભાઈ ભાઈ સૂત્ર અપનાવી શકે છે.એટકે કે જેમ 2017 માં વડગામમાં જીગ્નેશ મેવાણીની જીત માટે કોંગ્રેસે વડગામમાં ઉમેદવાર ઉભો રાખેલ નહીં, તે જ રીતે ગેનીબેન ઠાકોર હિત માં અહીં આ સીટ પર છેલ્લી ઘડીએ આપ ઉમેદવાર જ ઉભો ના રાખે,અથવા જાહેર થયેલ ઉમેદવાર કોંગ્રેસ ટેકામાં બેસી પણ શકે છે.અહીં જાતિવાદી મતબૅંક જોઈએ તો વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાયના લોકો કેટલા ટકા પોતાના સમાજના ઉમેદવાર માટે મતદાન કરે,તે બાબત પર જીતનો આધાર રહ્યો છે.
વાવમાં ભાજપ v/s કોંગ્રેસનો હાર-જીતનો ઇતિહાસ..
ઇતિહાસ અને તેના જાહેર થયેલ પરિણામો પર નજર કરીએ તો વાવ બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ છે.અહીં વર્ષ 1967 થી 2017 સુધી કુલ 12 ચૂંટણો યોજાઈ ચુકી છે.અને આ 12 ચૂંટણીમાંથી 7 વખત કોંગ્રેસે જીત મેળવી હતી..
*2017 વાવ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ચિતાર..*
- 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ની 6655 મતોથી જીત..
- 2017 માં કોંગ્રેસના ઉમેદવારને 49.0 ટકા વોટ..
- 2017 માં ભાજપના ઉમેદવારને 45.82 ટકા વોટ..
- 2011ની વસ્તી ગણતરી મુજબ 3,69,497 મતદારો.
- 2017 ની વિધાનસભામાં 81.22 ટકા મતદાન..
*2012 ની વાવ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ભાજપને જીત અપાવી ગયો : રાજકીય વિશ્લેક્ષક*
2012 માં આ જ વિસ્તારમાંથી શંકરભાઇ ચૌધરીની જીત થઇ હતી.જોકે 2012 માં ત્રિપાંખિયો જંગ અહીં ખેલાયો હતો.જેમાં NCP ની પણ છેલ્લે એન્ટ્રી થતાં એનસીપી ઉમેદવાર અને ભાભર સટ્ટાબજારમાં નામાંકિત નામ એવા ચંદુભાઈ તેજાભાઈ એનસીપી નિશાન પર અંદાજિત 30000 વોટ પોતાની જોળીમાં નંખાવવામાં સફળ થતાં,કોંગ્રેસ ના ગેનીબેન ઠાકોર 2012 માં આ સીટ પરથી હાર્યા હતા.રાજકીય વિશ્લેક્ષકોનું માનીએ તો એનસીપી ઉમેદવાર ચંદુભાઈ તેજાભાઈએ મોટાભાગના કોંગ્રેસ વિચારસરણી વોટ તેમના ખાતામાં મેળવ્યા હતા.જેનો સીધો ફાયદો ભાજપ ઉમેદવાર શંકરભાઇ ચૌધરીને થયો હતો.અને વર્ષ 2012 માં જીત બાદ તેઓ આરોગ્ય મઁત્રી બન્યા હતા
યુવા ભાજપી નેતા શંકરભાઇ ચૌધરીનું જમા -ઉધાર પાસું..
2017 ના પરિણામો બાદ યુવા નેતા શંકરભાઇ ચૌધરી, બનાસડેરીમાં સતત ધ્યાન કેન્દ્રિત કરી, દૂધઉત્પાદકો, ખેડૂતો માટે ચિંતન કરતાં જોવા મળ્યા હતા.2012 થી 2017 સુધીમાં શંકરભાઇ ચૌધરીના એક પીએ ની કામગીરી પણ વિવાદિત રહી હતી.આવા પ્રસનલ આસિસ્ટન્ટ નુકસાનકારક ભૂમિકા ભજવતાં હોય છે.નેતાઓ જાણતાં પણ નથી હોતા કે તેમના પીએ,લોકોની વાત,કે ફોનનો ઉડાઉ જવાબ આપી,સીધા સાદા નેતાઓને પણ લોકોની નજરમાંથી દૂર કરતાં હોય છે.જોકે દરેક નેતા માટે આ બાબત મોટું નુકસાનકારક કામ કરી જાય છે.હાલની સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે.કેમકે હવે નાનામાં નાનો વ્યક્તિ માત્ર એકે ફોનથી તેમનો સીધો સંપર્ક કેળવી શકે તે સિસ્ટમ પણ તેઓએ ગોઠવી છે, નાનામાં નાનો વ્યક્તિ આ મુઠી ઉંચેરા માનવી તરીકે ની ઓળખ સ્થાપિત કરનાર,પોતાના પ્રિય એવા ચેરમેન શંકરભાઇ ચૌધરી ને હવે ગમે ત્યારે મળી શકે છે.સમગ્ર ગુજરાતમાં તેમનો શાલીન અને સંવેદનાવાળો સ્વભાવ તેમની ઓળખ બનતો ગયો છે..દરેક વ્યક્તિને જીવનના દરેક તબક્કે મળતી કેટલીક હાર તેમને એ પણ શીખ આપતી હોય છે કે,જીત સાવ નજીક હતી.નાનકડી,પણ ભૂલ થઇ તે ક્યાંય થઇ?તે બાબત શીખવતી જાય છે.જેનું મનોમંથન કરતાં શંકરભાઇ ચૌધરીએ જિલ્લા ભરના સહકારી આગેવાનો અને દૂધઉત્પાદકોની ચિંતા કરી ઉચિત ભાવો આપતા ગામડે ગામડે રહેતી બહેનોના તેઓ લાડકવાયા ભાઈ બન્યા છે. કેમકે તેઓએ દરેક મચ પરથી નારી ઉથ્થાન અને સન્માનને અગ્રતાક્રમ આપ્યો છે.એશિયાની નંબર 1 બનાસડેરી,ઉત્તર પ્રદેશમાં પણ તેના બનાસ-કાશી ડેરી તરીકે ઝંડા લગાવવામાં સફળ થઇ છે.પીએમ નરેન્દ્રભાઈ મોદીનો જાહેર મન્ચ પરથી બોલાતા તમામ બોલ અને આઈડિયાને તેમને ચરિતાર્થ કરી,દિયોદર ખાતે બનાસડેરી -2 ની સ્થાપના કરી છે.ખાદ્યતેલ બનાવવાના પ્લાન્ટ,બનાસ ડેરીના બાયો સી.એન.જી. અને ગોબર ગેસ પ્લાન્ટ,અને તે રીતે પશુપાલકોને ગોબરધનમાંથી પણ આવક ખેડૂતોને જૈવિક ખાતર,વીજળી-ઉર્જા મળે તેવી યોજનાઓ,ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા આહવાન, જિલ્લાદીઠ 75 તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ-સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું સ્વપ્ન પૂરું કરી તેમને પીએમ નરેન્દ્રભાઈ મોદીના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે..
જોકે વાવ બેઠકમાં 80000 થી વધુ ઠાકોર સમાજના મતદારો અને દલિત,લઘુમતી કોમ તેમજ અન્ય ઈતર કોમના લોકો ગામડાઓમાં વસે છે.ગામડાઓમાં ગામઠી લોકો વચ્ચે નિત્ય રહેતા ગેનીબેન તેમના વિધાયક સમયગાળામાં હજુ લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ રહ્યા છે.આ બેઠક પર હારજીતનું માર્જીગ નજીવું રહે છે.અહીં 2012 જેમ ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી નથી,હરીફ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન પાસે થરાદ વિધાયક ગુલાબસિંહ રાજપૂત, જીગ્નેશ મેવાણી જેવા યુવાનેતાઓની ટીમ છે.જેઓ ની વાવ બેઠક પર કોંગ્રેસ તરફી હાજરી અથવા મદદ મતોનું ધ્રુવીકરણ કરી શકે છે.
વાવ વિધાયક ગેનીબેનનું જમા-ઉધાર પાસું..
વાવ કોંગ્રેસ વિધાયક ગેનીબેન ઠાકોર 2012 માં ચૂંટણી હાર્યા બાદ,તેઓનુ મનોમંથન અને વિધાનસભા બેઠક ને સમજવાનો પાંચ વર્ષનો સમય ફળદાયી રહ્યો.તેઓએ 2012 માં હાર્યા બાદ અને 2017 માં જીત્યા બાદ એ પણ જાણ્યું કે જાતિવાદી વોટબેક સાથે,અન્ય સમાજની નાની નાની વોટબેક પણ નિર્ણાયક હોય છે.જેઓ સાથે તેમનો નાતો 2022 ની હાલ ની સ્થિતિમાં મજબૂત રહ્યો છે.લોકો ને ગમતું નિવેદન અને ભાષણ તેઓ 2022 માં ખુબજ સારી રીતે બોલતાં થયા છે.જોકે તેઓના ઉધાર પાસાની વાત કરીએ તો દાયકાઓથી કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે.કોંગ્રેસમાં જિલ્લા માળખું,પ્રદેશ નેતાગણની રાજકીય મદદ અને પ્રચાર-પ્રસાર તેમજ આઇટી અને મીડિયા તમામ બાબતો માં કોંગ્રેસ કંગાળ છે.ખર્ચાળ ચૂંટણી માટે મોટો ખર્ચ નથી.હાલની સ્થિતિમાં પાર્ટી ફળ પણ અપૂરતું આવે છે.જોકે તેમના જમા પાસાંમાં ગુજરાત વિધાનસભા અને વિધાનસભા સત્રમાં સતત હાજરી આપી,તેઓ વધુ અપડેટેડ મહિલા નેતા બન્યા છે.ઠાકોર સમાજ મર્યાદાવાળો સમાજ છે.ત્યારે સામાજિક પ્રસંગોમાં તેઓની મર્યાદા અને ઘૂંઘટપ્રથા નું પાલન પર લોકો વારી ગયા છે.દરેક મુદ્દે "તીખી " પ્રક્રિયા અને હાકોટો પાડવાની તેમની ખૂબી પણ આ ગામઠી પ્રજા માટે ગૌરવરૂપ બાબત હોઈ,તેઓની લોકપ્રિયતા હજુ અકબંધ છે.તો વળી " સમાજની દીકરી " છું. તમારા માટે લડવા મેદાને પડી છું,સહકાર આપજો તેવી ભાવનાત્મક વાતો લોકોના માનસપટલ પર હજુ છવાયેલી રાખવામાં તેઓ આજે પણ સફળ રહ્યા છે.અને તાજેતરમાં દારૂબંધી ના અમલીકરણ માટે,પ્રથમ કોંગ્રેસી નેતા તરીકે રાજકારણ માં પ્રવેશ મેળવી હવે ભાજપનો ખેસ ધારણ કરનાર અલ્કેશભાઈ ઠાકોર સ્ટાઈલની જનતારેડ કરી તેમણે પ્રિયકા ગાંધીનું સૂત્ર ' લડકી હું પર લડ સકતી હું ' સાર્થક કરી બતાવ્યું છે.2022 માં તેમની આ તમામ બાબતો જમા પાસા તરીકે જોવાઈ રહી છે. જેથી અહીં તેમની ટિકિટ નક્કી છે.
વાવ સિવાયની તમામ બેઠકો શઁકરભાઈ માટે સુરક્ષિત : રાજકીય વિશ્લેષકો
રાજકીય વિશ્લેક્ષકોનું માનીએ તો શંકરભાઇ ચૌધરી વાવ બેઠક પર પણ ચૂંટણી જીતી શકે તેવા મહારથી છે.પરંતુ હો જાતિવાદી વોટબેંકમાં ઠાકોર સમાજ અને અન્ય સમાજમાંથી પણ તેઓની તરફે વોટ મળવા જોઈએ.2017 માં તેમને ચૂંટણી જીતવા તમામ પાસાઓનું માઈક્રોપ્લાયનીગ પણ કર્યું હતું.તો પણ તેઓ જીત સુધી પહોંચી શક્યા ન હતા.2022 ની સ્થિતિમાં વાવ કોંગ્રેસ વિધાયક ગેનીબેન તેમની આક્રમકતા માટે ખાસ કરીને શ્રમિક અને અન્ય નાની મોટી કોમના વોટરો માં ભારે લોકપ્રિય છે .તેઓ સતત વાવ વિધાનસભામાં મરણ પ્રસંગ, લગ્ન પ્રસંગ સુખ:દુઃખના અન્ય કાર્યક્રમો ,સમસ્યાઓ માં હાજરી આપી રહ્યા છે.અને સરકાર ને ઘેરવાની એક પણ તક છોડતા નથી તાજેતરમાં આંગણવાડી કાર્યકરો ટેકામાં તેઓએ જો પોલીસ કર્મીઓ મારા વાવ-થરાદ વિસ્તારની બહેનો ને ધરપકડ કરવા આગળ આવશે તો આંગળીઓ કપાશે તેવું નિવેદન આપી આખા વિસ્તારની મહિલા વોટરો ને આકર્ષવામાં સફળ પણ થયા છે.જેથી મહિલા વોટરો ની સંવેદનાઓનું તેમનુ પલડું ભારે છે. ભાજપ હાઈકમાડ પણ શંકરભાઇ ચૌધરીની રાજકીય કુનેહ અને તમામ કોમના લોકોમાં તેમની લોકપ્રિયતાને સમજે છે.અને માટે જ ભાજપે તેમને પ્રદેશ કોર કમિટીમાં સ્થાન આપ્યું છે.2017 ની સ્થિતિ જોઈએ તો વડગામ ના અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી કોંગ્રેસનો ખેસ ધારણ કરતાં જિલ્લાની નવ બેઠકોમાં થી ડીસા અને કાંકરેજ ને બાદ કરતાં સાત બેઠકો કોંગ્રેસ પાસે છે.અહીં ભાજપે જો કોંગ્રેસનો આ દબદબો તોડવો હોય તો જિલ્લાની દરેક વિધાનસભા સીટનું યોગ્ય મૂલ્યાંકન કરી, જીતી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ આપવી જોઈએ.અહીં વડગામ SC અનામત જયારે દાંતા ST અનામત બાદ કરીએ તો પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ,દિયોદર અને કાંકરેજ બેઠકો પર હરકોઈ જ્ઞાતિનો ઉમેદવાર ચૂંટણી લડી શકે છે..
રાજકીય નિરીક્ષકો એવું પણ માને છે કે વાવ સિવાયની કોઈપણ બેઠક પર શંકરભાઇ ચૌધરી ઉભા રહે તો તેમના સહકારી અને રાજકીય કદ મુજબ તે સારી લીડ થી જીતી શકે છે.પાલનપુર માં કોંગ્રેસના મહેશભાઈ પટેલ છેલ્લાં બે ટર્મથી અહીં જીતતા આવ્યા છે કેમકે તેમની સામે ભાજપે બન્ને ટર્મમાં કોઈ મજબૂત ઉમેદવાર ઉભો રાખેલ નહીં આ બેઠક પણ સુરક્ષિત માની શકાય જયારે ધાનેરામાં પણ માત્ર બે હજાર ની પાતળી સરસાઈથી ભાજપ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ અહીં હાર્યા હતા.જોકે માવજીભાઈ દેસાઈ અને શઁકરભાઈ ના રાજકીય કદની સમીક્ષા કરાય તો, શંકરભાઇ ચૌધરી તેઓની તુલનામાં 100 ઘણાં શક્તિશાળી નેતા છે.જેથી આ બેઠક પણ સુરક્ષિત માની શકાય.અન્ય બેઠક માં ડીસા બેઠક ભાજપ માટે ટિકિટ ફાળવણી મુદ્દે કાંટાળા તાજ સમાન છે.અહીં દરેક સમાજના લોકો અને આગેવાનોનો ભાજપ પક્ષે ટિકિટ માગવાનો ક્રેઝ રેકોર્ડ બને તેમ છે.ડીસા બેઠકમાં 2022 માં સીટિંગ ભાજપી વિધાયક શશિકાન્તભાઈ પંડયા ની ટિકિટ કાપવી મુશ્કેલ છે .કેમકે તેઓ ભાજપી રાજકારણ ના ચાણક્ય શ્રી અમિતભાઇ શાહ ના "શિષ્ય " મનાય છે.હિન્દુવાદી નેતા છે.2017 થી 2022 સુધી સતત અનેક મુદ્દે તેમની હિન્દુવાદી આક્રમકતા થી લોકમાનસ માં છવાયેલ છે. તેમના વર્ચસ્વ મુજબ અહીં કોઈ અન્ય ટિકિટ લાવે તે અશક્ય કહી શકાય પણ ભાજપ માં ભાજપ ગમે તે સમયે અણધાર્યા નિર્ણયો લઈ સકતી પાર્ટી તરીકે ઓળખાય છે. ત્યારે રાજકારણ અને ટિકિટ ફાળવણીમાં જો અને તો વળી સ્થિતિમાં ડીસાના સીટિંગ વિધાયકની ટિકિટ કપાય તો આ બેઠક ભાજપનો ગઢ મનાતી હોઈ,અહીંથી શંકરભાઇ ચૌધરીની નિશ્ચિત જીત થઇ શકે છે.
જોકે વાવ સિવાયની તમામ બિનઅનામત બેઠકો શઁકરભાઈ ચૌધરી માટે સુરક્ષિત બેઠકો કહી શકાય,સમગ્ર ઉત્તર ગુજરાત તેમના આ યુવાનેતા ના પાંચ વર્ષના રાજકીય વનવાસ સમાન ગેરહાજરી થી નાખુશ અને દુઃખી છે.કેમકે સરકારમાં તેઓ જો બેઠાં હોય તો દરેક ક્ષેત્રના લોકોના કામો ચપટી વગાડતા કરી શકવાનું સામર્થ્ય આ યુવા નેતા ધરાવે છે.ત્યારે પાંચ વર્ષ બાદ અપ્રિતમ લોકચાહના ધરાવતા,પીએમ નરેન્દ્રભાઈ મોદીની ગુડવિલ માં નોટેડ થયેલ આ નેતાને પુનઃ સહકારી માળખા સાથે સાથે ધમાકેદાર ઍન્ટ્રિ સાથે સરકારમાં વિધાયક તરીકે જીત હાંસલ કરી,જોડાવવા માટે સુરક્ષિત સીટ ચયન કરવાનો અધિકાર નથી... ?
આ પ્રશ્ન પણ શંકરભાઇ ચૌધરી ટેકેદારોમાં ઉદભવી રહ્યો છે...
ડીસા બેઠક કેમ કાંટાળો તાજ ..?
આખા જિલ્લામાં ડીસા વહેપારી મથક છે.અહીં જાતિવાદી વોટબેંકમાં ઠાકોર સમાજ ,રબારી સમાજ ,માળી સમાજ અને ક્ષત્રિય જાગીરદાર સમાજ સાથે અન્ય સમાજના વોટ હારજીત નક્કી કરે છે જોકે ડીસા શહેરી વિસ્તાર ભાજપ નો ગઢ મનાય છે.અહીં ભાજપ ને હંમેશા લીડ મળી છે.જોકે ગામડાઓ ના મત પણ મહત્વના અને નિર્ણાયક હોય છે.2022 માં અહીં સીટિંગ વિધાયક શશીકાંતભાઈ પંડ્યા સાથે ભાજપમાં થી પૂર્વ ભાજપ ઉમેદવાર લેબજીભાઈ ઠાકોર,ભરતભાઈ ધૂંખ,પૂર્વ ડીસા વિધાયક અને પાટણ સાંસદ સ્વર્ગસ્થ લીધરભાઈ વાઘેલા ના જ્યેષ્ઠ પુત્ર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ વાઘેલા,તેમજ 2017 માં અપક્ષ તરીકે ચૂંટણીમાં 15912 વોટ લાવી લોકોનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કરનાર અને તાજેતરમાં ભાજપમાં પ્રવેશ પામનાર ક્ષત્રિય જાગીરદાર સમાજના ઉમદેવાર વાઘેલા બહાદુરસિંહ દાદુભા વાઘેલા પણ લોબિંગ કરી રહ્યા છે.અહીં ભાજપના પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી અને પૂર્વ નગરપાલિકા ચેરમેન પ્રવીણભાઈ માળી પણ ભાજપમાં થી ટિકિટ ના સંભવિત દાવેદાર લિસ્ટમાં છે.તો વળી ભાજપ કેન્દ્રીય મહિલા આયોગ સભ્ય ડો.રાજુલબેન દેસાઈ ,સાધ્વી નિર્મલાપુરીજી,ડો.રીટાબેન પટેલ જેવી સશક્ત મહિલાઓ પણ જો મહિલાઓ ને ટિકિટ પ્રાધ્યાન અપાય તો મજબૂત દાવેદાર બની શકે છે.આ જ સીટ પર સહુથી વધુ દાવેદારો હોઈ 2017 માં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ અગાઉ શશીકાંતભાઈ પંડયાની ટિકિટ જાહેરાત કરાઈ હતી.અહીં પ્રચારમાં પણ ખુદ અમિતભાઇ શાહ ખાસ હાજર રહ્યા હતા .
ટેકેદારોની વ્યાજબી ચિંતા સાથેની કથિત હ્યુમન ટચ અપીલ..
ગુજરાત વિધાનસભાની 2017 ની ચૂંટણીમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં, વાવ બેઠક પર શઁકરભાઈ ચૌધરીનો પ્રચાર અદભુત અને હાઈટેક હતો.તે સમયે તેમની સભાઓમાં લાખોની જનમેદની ઉમટતી હતી.અને ટેમ્પો જોતા લાગતું હતું કે વાવ બેઠક પર ભાજપ રેકોર્ડ બ્રેક લીડથી જીતશે.જોકે પરિણામ વિપરીત આવ્યું હતું.અને કોંગ્રેસના ગેનીબેન જીત્યા હતા..
ત્યારે શંકરભાઇ ચૌધરીના લાખો ટેકેદારોની પણ લાગણી છે.કે આવા પરગજુ અને 'બાહુબલી' નેતાની માત્ર બનાસકાંઠા નહીં પણ આખા ઉત્તર ગુજરાતને જરૂર છે.વાવ બેઠક પર જાતિવાદી વોટબેન્કમાં ચૌધરી સમાજ કરતા લગભગ બમણી વોટબેન્ક ઠાકોર સમાજની છે.પાંચ વર્ષનો રાજકીય વનવાસ ખુબ થયો.હવે 2022 માં શંકરભાઇ ચૌધરી માટે સર્વે કરાવી સરકાર અને હાઈકમાડ તેમની સુરક્ષિત સીટ નક્કી કરે...આ અગત્યનુ .કેમકે હવે જરાપણ ખતરો ના લેવો જોઈએ.તેવું પણ તેમના ટેકેદારોમાં ચર્ચિત બન્યું છે..