હૈદરાબાદ સ્ટેડિયમમાં ગુરુવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટી-20ના મેચની ટિકિટોના વેચાણ દરમિયાન હંગામો મચી ગયો. આમાં ઘણા લોકો ઘાયલ હોવાના સમાચાર છે. આ મેચ 25 સપ્ટેમ્બરે યોજાશે. આની ટિકિટોનું વેચાણ ગુરુવારે સવારે 10 વાગે શરૂ થવાનું હતું.
ટિકિટ ખરીદવા માટે રાત્રે 3 વાગ્યાથી ક્રિક્ટ ફેન્સ સ્ટેડિયમની બહાર પહોંચી ગયા હતા. સવાર થતાં જ ભીડ વધવા લાગી. ભીડ એટલી વધી ગઇ કે ભીડને કાબૂ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. ત્યાર બાદ હંગામો થયો.હૈદરાબાદના ફેન્સ લાંબા સમયથી ઇન્ટરનેશનલ મેચની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અહીં લગભગ 3 વર્ષ પછી ઇન્ટરનેશનલ મેચ રમાશે. હૈદરાબાદમાં છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ડિસેમ્બર 2019માં વેસ્ટઇન્ડીઝ સામે રમાઇ હતી. આ મેચ ટી-20 ફોર્મેટમાં હતી.
કેટલાક ફેન્સે હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન પર ટિકિટના વેચાણમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે બધી ટિકિટોનું વેચાણ કરવામાં નથી આવ્યું. એક ફેને કહ્યું કે, જ્યારે અમે અમારા મનપસંદ ટેન્ડની ટિકિટ માંગી તો તો જણાવવામાં આવ્યું કે માત્ર 850 રૂપિયા અને 1200 રૂપિયાની ટિકિટો ઉપલબ્ધ છે. એવું કેવી રીતે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશને (HCA)માત્ર આટલી જ ટિકિટો વેચાણ માટે રાખી? આમાં કોઇ પારદર્શિતા નથી. અમે HCA પાસે જબાબ ઇચ્છીએ છીએ.