વડોદરામાં યુનાઇટેડ વે દ્વારા ગુજરાતના સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જોકે, આ વર્ષે વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબનું મેદાન બદલાતા મેનેજમેન્ટ પણ બગડ્યું હોવાનો ઘાટ સર્જાયો છે. પ્રથમ નવરાત્રિએ જ ખેલૈયાઓને ખુલ્લા પગે ગરબા રમવાનું હોવાથી કાંકરા અને પથ્થર વાગતા પથ્થર પથ્થરના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો પણ વાઇરલ થયો છે. સાથે પીવાના પાણીની બોટલો લેવા માટે પણ રીતસરની પડાપડી સર્જાઇ હતી.
ખેલૈયા હેરાન-પરેશાન
દેશ સહિત વિદેશમાં પણ ગરબા માટે વડોદરા જાણીતું છે અને તેમાં પણ વડોદરાના યુનાઇટેડ વેના ગરબા સૌથી વધુ પ્રખ્યાત છે, ત્યારે આ વર્ષે યુનાઇટેડ વે દ્વારા ગરબાનું મેદાન ગોરવાના ભાઇલાલ અમીન હોસ્પિટલની બાજુના મેદાનથી બદલી અને શહેરના છેવાડે અટલાદરાના એમ.એમ.પટેલ ફાર્મમાં લઇ જવાતા સમગ્ર મેનેજમેન્ટ બગડ્યું હોય તેવી સ્થિતિ પ્રથમ નવરાત્રિએ બની હતી. યુનાઇટેડ વેના ગરબાના મેદાનમાં કોઇપણ ખેલૈયાને જૂતાં-ચપ્પલ પહેરી એન્ટ્રી ન હોવાથી લોકો પોતાના વાહનમાં જ પગરખાં મુકી આવે છે. જેથી એમ.એમ.પટેલ ફાર્મ પહોંચેલા ખેલૈયાઓને ટ્રાફિકના કારણે એક કિલોમીટર દૂર વાહન પાર્ક કરી રોડ પર તેમજ ખુલ્લા ખેતરોમાં ઉઘાડા પગે ચાલવાનો વારો આવ્યો હતો.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |