પીએમ નરેન્દ્રભાઇ મોદી બનાસકાંઠા પ્રવાસ ,પીએમ હસ્તે રૂ.8034 કરોડના વિવિઘ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત- PM Modi Banaskantha tour

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

પીએમ નરેન્દ્રભાઇ મોદી બનાસકાંઠા પ્રવાસ ,પીએમ હસ્તે રૂ.8034 કરોડના વિવિઘ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત- PM Modi Banaskantha tour

0
પીએમ પ્રવાસ - દાંતીવાડા, મુક્તેશ્વર ડેમ કરામાવત તળાવ ભરાશે 
  

રીના પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી /ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વિકાસ પુરુષ તેમજ વૈશ્વીક નેતા કે જેમના માર્ગદર્શનમાં ભારત આજે આઝાદીના 75 વર્ષમાં આત્મનિર્ભર બની રહ્યો છે તેવા લોકલાડિલા પ્રઘાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ બનાસકાંઠા પધાર્યા હતા. બનાસકાંઠાના થરાદ ખાતે આદરણીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે રૂ.8034 કરોડના વિવિઘ પ્રકલ્પોના ખાતમૂહુર્ત કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના ગૃહમંત્રીશ્રી નરોત્તમભાઇ મિશ્રાજી, રાજયનામંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં રાજયનામંત્રીશ્રી ડો.રૂષીકેશભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું.PM Modi Banaskantha tour



પીએમ મોદી એ કહ્યું કે "કોંગ્રેસે  ગુજરાતના બે પ્રમુખ અખબારોમાં સરદાર પટેલ નો જાહેરખબર મૂકી છે.આ જાહેરાતમાં સરદાર સાહબનો "સ" પણ લખ્યો નથી.અને કહે છે કે અમે જોડીશું બઘાને પણ આ કોંગ્રેસે તેમનામાં સરદાર સાહેબને તો જોડવાતા. આમ સરદાર સાહેબનું  કોંગ્રેસે આ જાહેરાતમાં હળાહળ અપમાન કર્યુ છે.મોદી સાહેબે કોંગ્રેસને સવાલ કરતા પુછ્યુ કે સરદાર સાહેબે સામે વાઘો શું છે?  ગુજરાત સરદાર સાહેબના અપમાનને કયારેય સહન નહી કરે.આપણે ગુજરાતને સરદાર સાહેબના રસ્તે આગળ વઘારવાનું છે.PM Modi Banaskantha tour




હાઈલાઇટ્સ :-


- લોકલાડિલા પ્રઘાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે બનાસકાંઠા ખાતે રૂ.8034 કરોડના વિવિઘ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું.


- આ કાર્યક્રમમાં રાજયનામંત્રીશ્રી ડો.રૂષીકેશભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું.


- મોરબીની ઘટનાથી આજે ગુજરાત શોકમાં ડુબેલુ છે. દેશવાસીઓ પણ ખૂબ દુખી થયા છે.- શ્રી નરેન્દ્રભાઇ મોદી


- આજે બનાસકાંઠા માં અંબાની ઘરતીથી હું ગુજરાતના લોકોને ફરી વિશ્વાસ આપવા માંગુ છું કે આ વિકટ સ્થિતિમાં સરકાર તરફથી કોઇ કસર બાકી નહી રહે. :- શ્રી નરેન્દ્રભાઇ મોદી


- મોરબીના સમાચાર સાંભળી મન ઘણુ વ્યથીત હતું. હું દુવિધામાં હતો કે વિકાસના કામો ઘણા મહત્વના છે કરુ કે ન કરુ પરંતુ જનતાના પ્રેમ અને કર્તવ્ય થી બંધાયેલો છું. :- શ્રી નરેન્દ્રભાઇ મોદી



- રાજસ્થાનના મુખ્યમંત્રીએ મને લેખિતમાં પત્ર લખી સુજ્જલામ સુફલામ યોજનાનો વિરોઘ કર્યો હતો પરંતુ મે તેમને કહ્યુ કે મારા બનાસકાંઠા માટે સુજ્જલામ સુફલામ યોજના કરી ને જ રહીશ. :-શ્રી નરેન્દ્રભાઇ મોદી


- વિદેશ માંથી જે યુરિયા લાવવામાં આવે છે તે એક બોરી યુરિયા 2 હજાર કરતા વધુ કિમતે આવે છે પરંતુ આપણા ખેડૂતોને આપણે 260 રૂપિયામાં આપીએ છીએ. :- શ્રીનરેન્દ્રભાઇ મોદી


- પહેલા ગુજરાતમાં સાઇકલ નોહતી બનતી હવે વિમાન બને છે એટલે વિકાસની યાત્રા રોકાવવા ન દેતા. :- શ્રી નરેન્દ્રભાઇ મોદી


- આજે સરદાર પટેલ સાહેબની જન્મજંયતી છે અને છાપામાં કોંગ્રેસે સરદાર સાહબનો સ પણ લખ્યો નથી અને કહે છે કે અમે બઘાને જોડીશું પણ આ કોંગ્રેસે તેમનામાં સરદાર સાહેબને તો જોડવાતા. :- શ્રી નરેન્દ્રભાઇ મોદી


- ગુજરાત સરદાર સાહેબના અપમાનને કયારેય સહન નહી કરે.આપણે ગુજરાતને સરદાર સાહેબના રસ્તે આગળ વઘારવાનું છે. :-શ્રી નરેન્દ્રભાઇ મોદી



આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પીએમ કાર્યોને વધાવ્યા PM Modi Banaskantha tour





શ્રી રૂષીકેષભાઇએ સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત,  પાણીદાર ગુજરાત બનાવવાનો સંકલ્પ પાર પાડયો છે. આજે 72 લાખ હેકટર જમીનમાં ગુજરાતમાં આજે સિંચાઇ કરી શકીએ છીએ. આજે નર્મદાનું પાણી કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તાર જલોત્રા સુઘી ડબલ એન્જિનની સરકારે પહોંચાડ્યું છે. 


આભાર પીએમશ્રી, એમ.એમ.ગઢવી,ખેડૂત આગેવાન અને માંણકા સરપંચ 


આજે બનાસકાંઠાના દરેક ગામે મા નર્મદાનું પાણી પહોંચશે. ગુજરાતની જળ આત્મનિર્ભરતાથી આત્મનિરભર ભારતનો ધ્યેય મજબૂત બનશે.-PM Modi Banaskantha tour



આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, રાજયનામંત્રીશ્રીઓ શ્રી કિર્તીસિંહ વાઘેલાજી, શ્રી ગજેન્દ્રસિંહ, સાંસદશ્રીઓ શ્રી પરબતભાઇ પટેલ, શ્રી ભરતસિંહ ડાભી, શ્રી દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યશ્રીઓ શ્રી શશીકાન્તભાઇ પંડયા, શ્રી દિલિપભાઇ ઠાકોર, બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌઘરી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)